News

અંબાલાલ પટેલ અને હવામાન ખાતા; વાવણીની નવી સીઝનમાં વરસાદની આગાહી, ગુજરાતમાં ચોમાસુ ક્યારે?

બિપીરજોય ચક્રવાત સમાપ્ત થયા બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન ચોખ્ખું થવાનું શરૂ થતાં હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ ચોમાસામાં પાણીની સમસ્યા હલ થઈ જશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. આ સાથે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જુલાઇ મહિનામાં પણ રાજ્યમાં સારો વરસાદ પડશે, પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદની શક્યતા ઓછી છે.

બીજી તરફ હવામાન વિભાગે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આજે ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, કચ્છ, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર, દીવમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 અને 20 તારીખ દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાહોદ, પંચમહાલ, મહિસાગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.

વરસાદ અને વાવાઝોડાની તમામ સ્થિતિમાં ભારતીય હવામાન વિભાગની સલાહને અનુસરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *