Cricket

હાર્દિકે કર્યો ધડાકો, વેસ્ટ ઈન્ડિઝે આ સુપરસ્ટાર ખેલાડીને રાતોરાત બોલાવ્યો…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આવતી કાલે 8 ઓગસ્ટના રોજ ત્રીજી ટી-20 મેચ રમાવાની છે. પાંચ મેચોની આ સિરીઝની પ્રથમ બંને મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યા પણ ઘણો ચિંતિત જોવા મળ્યો હતો. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સતત ખરાબ ફોર્મમાં જોવા મળ્યા છે. ત્રીજી મેચ પહેલા હાલમાં એક અન્ય સારા સમાચાર પણ સામે આવ્યા છે.

પ્રથમ બંને મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમના બેટ્સમેનો અને બોલરો બંને નિષ્ફળ રહ્યા હતા. ગિલ અને સંજુ જેવા ખેલાડીઓ રન બનાવી શક્યા નહોતા. બીજી તરફ મુકેશ કુમાર અને અન્ય બોલરો પણ નિષ્ફળ રહ્યા હતા. આવા કારણોસર હાર્દિકે હવે ત્રીજી મેચ જીતવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. તેણે તાત્કાલિક આ સુપર સ્ટાર ખેલાડીને વેસ્ટ ઈન્ડિઝ બોલાવ્યો છે અને ટીમમાં સ્થાન આપ્યું છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર આ ભારતીય સ્ટાર ખેલાડી હાલમાં ટીમ સાથે જોડાઈ ચૂક્યો છે અને પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ સિરીઝમાં તેને સ્થાન મળે તેમ નહોતું પરંતુ ખેલાડીઓની નિષ્ફળતાના કારણે હવે તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે. ફરી એક વખત આ મોટા બદલાવો જોવા મળશે. હાલમાં જ તે પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. તો ચાલો જાણીએ આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ત્રીજી મેચમાં યશસ્વી જયસ્વાલને ગિલના સ્થાને ઓપનિંગ કરવાની તક આપવામાં આવી શકે છે. યશસ્વી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ વન-ડે સિરીઝમાં તેને સ્થાન મળ્યું નહોતું પરંતુ ટી-20 સિરીઝમાં ફરી એક વખત તેને રમવાની તક મળી શકે છે. હાલમાં જ તેને ઈશાન કિશન સાથે પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી રહી છે.

યશસ્વી જયસ્વાલે આ વર્ષે ઘણી સદી ફટકારી છે. આ ઉપરાંત ઘણા મોટા રેકોર્ડ પણ બનાવી ચૂક્યો છે. હાલમાં તેની પાસે કાયમી સ્થાન બનાવવાની સારી તક છે. તે આગામી ત્રણેય મેચોમાં ઘણો મોટો સ્કોર બનાવી શકે છે. આ ઉપરાંત હાર્દિક બોલિંગ લાઈનમાં પણ ઘણા મોટા ફેરફારો કરી શકે છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળશે તે નક્કી છે. આવનારી મેચ ઘણી મહત્વની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *