News

હાઇ એલર્ટ! સરદાર સરોવર ડેમનું જળસ્તર પહેલીવાર 130 મીટરને પાર, ખતરનાક સ્તરથી આટલા મીટર દૂર, જાણો હાલની સ્થિતિ…

ચોમાસાની શરૂઆતથી જ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે દેશના અનેક જળાશયોમાં નવુ પાણી આવી રહ્યું છે. તો કેટલાક જળાશયો પણ ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત ગુજરાતની જીવનદાયી નર્મદા નદી પર બનેલ સરદાર સરોવર ડેમનું લેવલ 130 મીટરને પાર કરી ગયું છે. નર્મદા નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમની સપાટી 130.45 મીટરે પહોંચી છે.

નર્મદા નદીના ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા પર બનેલા ડેમોમાં પાણી સતત આવી રહ્યું છે. હજુ પણ ડેમની સપાટીમાં વધારો ચાલુ છે. મધ્યપ્રદેશના બર્ગી ડેમના 17 દરવાજા એક સાથે 2.17 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની અવિરત આવક થઈ રહી છે.

આપને જણાવી દઇએ કે નર્મદા ડેમની કુલ સપાટી 138.68 મીટર છે. ગુજરાતની જીવાદોરી એવા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે તેવી હવામાનશાસ્ત્રીઓની આગાહી છે. ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આ ખૂબ જ ખુશીના અને ખુશખબર ગણી શકાય.

સરદાર સરોવર ડેમની હાલની સ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધીમાં નર્મદા ડેમ 80 ટકાથી વધુ ભરાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 17 સેમીનો વધારો નોંધાયો છે. હાલ સરદાર સરોવર ડેમનું લેવલ 130.45 મીટરે પહોંચ્યું છે. ડેમમાં 71220 ક્યુસેક પાણીની આવક સતત થઈ રહી છે. સરદાર સરોવર ડેમ ખતરાના નિશાનથી 8.23 મીટર ઉપર છે.

મધ્યપ્રદેશના બુર્ગી ડેમમાંથી પાણીનો જંગી જથ્થો છોડવામાં આવી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. તે જ સમયે, પાણીના સ્તરમાં સતત વધારો નોંધવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ભારે વરસાદને કારણે ડેમ હજુ પણ ઓવરફ્લો થવાની શક્યતા છે. જેના કારણે પ્રભાવિત વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *