News

હવે ખમૈયા કરો અંબાલાલ પટેલ, બે ગ્રહોની વિશિષ્ટ પરિસ્થિતિને લીધે ગુજરાતના આ ભાગોમાં પવન સાથે ભયંકર વરસાદની આપી મોટી આગાહી…

હવામાનશાસ્ત્રી અને જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં અતિ ભારે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે. આ વખતે જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પાણીનો બોંબ જોવા મળ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે ઓગસ્ટમાં પણ પૂરની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ બંને ગ્રહોની સ્થિતિને કારણે સમુદ્રમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. અંબાલાલ પટેલ એક પછી એક આગાહીઓ કરી રહ્યા છે.

અંબાલાલ પટેલની નવી આગાહી પર નજર કરીએ તો તેમણે કહ્યું છે કે ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ દરિયામાં હલકું દબાણ શરૂ થઈ જશે. 2 થી 4 ઓગસ્ટની વચ્ચે દરિયામાં ભારે ઊંડા દબાણ સક્રિય થઈ શકે છે. જેના કારણે અંબાલાલ પટેલે 15મી ઓગસ્ટ સુધી સતત ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં લીલો દુષ્કાળ પડવાની અને સરદાર સરોવર ડેમ ભરાઈ જવાની પણ મોટી સંભાવના છે.

અંબાલાલ પટેલે મીડિયા સમક્ષ આગાહી કરી છે કે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે તાપી નદીના જળસ્તરમાં અચાનક વધારો થઈ શકે છે. મંગળ અને બુધ આ બંને ગ્રહોની સ્થિતિને કારણે ઓગસ્ટ મહિનામાં સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થશે. જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં 11 થી 15 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ખાસ સ્થિતિ સર્જાઈ રહી છે. મંગળ અને બુધની ચાલને કારણે આ સ્થિતિ સર્જાશે. ઓગસ્ટના અંતિમ દિવસોમાં પણ હળવું દબાણ રહેશે.

અંબાલાલ પટેલે આ વર્ષે ઓગસ્ટ માસ તેમજ સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે અંબાલાલ પટેલે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં તોફાનને લઈને પણ મોટા સંકેતો આપ્યા છે. અંબાલાલ પટેલની આ આગાહી ખેડૂતો માટે ખરાબ સમાચાર ગણી શકાય. કૃપા કરીને આ માહિતી શક્ય તેટલી શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *