Cricket

સુર્યા-શ્રેયસ ટીમમાંથી બહાર , પાકિસ્તાન સામે આ રીતે હશે ભારતીય પ્લેઈંગ ઈલેવન, જાણો કોને મળશે સ્થાન…

એશિયા કપ 2023 31 ઓગસ્ટથી શરૂ થવાનો છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમવાની છે. આ વખતે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું છે પરંતુ ભારતીય ટીમ તમામ મેચો શ્રીલંકામાં રમતી જોવા મળશે. પાકિસ્તાન સામેની મેચ પહેલા જ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

ભારત અને પાકિસ્તાન બંને ટીમોના ચાહકો અત્યારથી આ મેચની રાહ જોઈ રહ્યા છે. આ મેચ 2 સપ્ટેમ્બરે બપોરે 1.30 કલાકે રમાશે. આ મેચમાં કોને રાખવામાં આવશે તે જાણવું પણ જરૂરી છે. હાલમાં જ આ મામલે એક મોટો ખુલાસો થયો છે. તો ચાલો એક નજર કરીએ સંપૂર્ણ ટીમ પર અને જાણીએ કે પાકિસ્તાન સામેની મેચમાં કોનો સમાવેશ થઈ શકે છે.

સૌથી પહેલા ઓપનિંગ જોડીની વાત કરીએ તો એ વાત ચોક્કસ છે કે રોહિત અને ગિલ બંને ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળશે. આ બંનેની જોડી એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. આ સિવાય પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. ગયા એશિયા કપની જેમ આ વખતે પણ ભારતીય ટીમ ઘાતક બેટિંગ કરીને જોરદાર જીત મેળવતી જોવા મળી શકે છે.

મિડલ ઓર્ડરની બેટિંગની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. આ સિવાય કેએલ રાહુલ વિકેટ કીપર બેટ્સમેન તરીકે 5માં નંબર પર રહેશે. તે લાંબા સમય બાદ કમબેક કરતો જોવા મળશે. આ સિવાય હાર્દિક પંડ્યા પોતે ઓલરાઉન્ડર તરીકે છઠ્ઠા નંબર પર બેટિંગ અને બોલિંગ બંનેનું ધ્યાન રાખશે. તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા 7મા નંબરે રહેશે. આ સિવાય કુલદીપ યાદવને સ્પિન બોલર તરીકે પસંદ કરવામાં આવશે. ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહને સ્થાન આપવામાં આવશે. આ ત્રણેયની ટીમ જબરદસ્ત પરફોર્મ કરતી જોવા મળશે. આ મજબૂત ટીમ સાથે રોહિત શર્મા પાકિસ્તાન સામે મેદાનમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *