News

ઊભો પાક સુકાઈ જશે, આ કારણે સપ્ટેમ્બર મહિનો પણ સૂકો રહેશે, ઉનાળો/શિયાળો જેવી ગરમી પડશે, અંબાલાલની પગ નીચેથી જમીન સરકાવે તેવી આગાહી……

આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં માત્ર 2 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન ગુજરાતમાં તેની અસર જોવા મળી છે. ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ઓગસ્ટની સાથે સપ્ટેમ્બર મહિનો પણ સૂકો રહેશે અને પગ નીચેથી જમીન સરકી જશે. ગુજરાતના ખેડૂતો વરસાદના અભાવે ચિંતિત છે.

જો આખા ગુજરાતની વાત કરીએ તો 75 ટકાથી વધુ હેક્ટરમાં ચોમાસાના વરસાદ હેઠળ વાવેતર થાય છે, પરંતુ છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં વરસાદનું ટીપું પણ પડ્યું નથી, હવે ઊભો પાક સુકવા લાગ્યો છે. સમયસર વરસાદના અભાવે ગુજરાતના ખેડૂતો હવે રાત્રીના સમયે પાણી માટે વલખા મારી રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય નહીં થાય તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

આવી સ્થિતિમાં અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે આ વર્ષે ગુજરાતમાં અલ નીનોની અસરને કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ધીમો પડી ગયો છે જેના કારણે ચોમાસું સમગ્ર રીતે નિષ્ક્રિય થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં સારા વરસાદની કોઈ શક્યતા નથી.

આગામી બે દિવસ સુધી, માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે અને પછી સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉનાળા જેવી ગરમી અને ઠંડીનો અનુભવ થઈ શકે છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગુજરાતના ખેડૂતોને કહ્યું છે કે જો સિંચાઈની વ્યવસ્થા ઉપલબ્ધ હોય તો ખેડૂતોએ પાકને પાણી આપવું જોઈએ.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બરના મધ્ય સુધી ગુજરાતમાં આકરી ગરમી પડશે. શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. અને પછી ભાદરવા મહિનાના શરૂઆતના દિવસોમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે. હોંગકોંગ અને ચીનના પૂર્વ ભાગમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી તમામ ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલ નીનો અસરને કારણે હિંદ મહાસાગરમાં હવામાન અનુકૂળ હોવા છતાં વરસાદ પડતો નથી. કૃપા કરીને આ માહિતી શક્ય તેટલી શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *