News

ગુજરાતમાં આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની થશે એન્ટ્રી, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

ઓગસ્ટની શરૂઆતથી ગુજરાતમાં વરસાદ ધીમો પડી ગયો છે. અત્યાર સુધીમાં, વાર્ષિક સિઝનના 85% થી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. હવે ફરી એકવાર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં ફરી વરસાદ પડશે.

મધ્યપ્રદેશમાં સિસ્ટમ સક્રિય થતાં આગામી 24 કલાકમાં મેઘરાજા ગુજરાતમાં ફરી શકે છે. વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 17 ઓગસ્ટથી 30 ઓગસ્ટ વચ્ચે મઘ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં પડતો વરસાદ ગંગાના પાણી જેવો પવિત્ર હશે. તેવું હવામાનશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવશે. અને સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે સુરત, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના વિભાગે વ્યક્ત કરી છે.

બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરને પણ અસર થવાની આશંકા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે કચ્છ અને ઉત્તર-મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને વાદળો છવાશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 19, 20 અને 21 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડશે. ગુજરાતમાં 27 થી 31 ઓગસ્ટ દરમિયાન ફરી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ માહિતી દરેક સુધી પહોંચે તે માટે શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *